શું કેન્દ્રની મોદી સરકાર વિદ્યાર્થીઓને મફતમાં આપી રહી છે લેપટોપ? જાણો શું છે હકીકત

Published on: 5:02 pm, Wed, 16 December 20

કેન્દ્ર સરકાર તમામ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપી રહી છે? જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો સાવધાન થઈ જજો. આ મેસેજમાં લખ્યું છે કે ભારત સરકાર તમામ ફ્રી માં લેપટોપ આપી રહી છે. આ મેસેજ ની સાથે એક લિંક પણ આપવામાં આવી રહી છે.સરકારે પીઆઇબી દ્વારા ટ્વીટ કરાવીને આ ખબર ફેંક ગણાવી રહી છે.પીઆઈબી ફેકટ ચેકે છે પોતાના ઓફિસિયલ ટવીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે.

મફતમાં લેપટોપ આપવામં મુદ્દે આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વેબસાઈટ લીંક આપવામાં આવી છે અને આ દાવામાં લખ્યું છે તે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપ ની રજૂઆત કરી રહી છે. કોરોના કાળમાં દેશભરમાં જે પ્રકારની સ્થિતિ છે.

તેવામાં અનેક ખોટી ખબરો ઝડપથી વાયરલ થઇ રહી છે. ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો વાયરલ ખબર નું ખંડન કરતા કહ્યું કે સરકારે એવો કોઈ નિર્ણય લીધો નથી.

સરકારે પણ કોરોના કાળમાં આ પ્રકારની ખોટી ખબરને ફેલાતી રોકવા અનેક પ્રયાસ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!