ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વરસાદી ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં ભારે વરસાદના કારણે 10 ડેમને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભારતીય મોસમ વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં 1960 બાદ પહેલીવાર આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે વર્ષા થઈ છે. શહેરમાં 93.4 મિલિમીટર વર્ષા નોંધાઈ હતી.રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા તેલંગાના ના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારે વરસાદ તથા ખરાબ હવામાનના કારણે ખંડવા લોકસભા સીટ પર પેટા ચૂંટણીને લઈને સોમવારે નિર્ધારિત પોતાની ચૂંટણી સભાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના મુખ્યા અખિલેશ યાદવની રેલી પણ રદ કરવામાં આવી છે કેમકે સભાસ્થળ પર પાણી ભરાઈ ગયું હતું.
ઉતરાખંડ પ્રશાસને રવિવાર સુધી હરિદ્વાર કથા ઋષિકેશ પહોચી ચૂકેલા ચારધામ યાત્રાના તીર્થયાત્રીઓને હવામાન સુધારો ન આવા સુધી આગળ ન વધવાની સલાહ આપી છે. રાજ્યોમાં વરસાદની ઘટનાઓમાં નેપાળના 3 લોકો સહિત પાંચ લોકોના મોત થયા તથા અન્ય બે ઘાયલ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment