દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત ટ્વિટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને જોઈને રાહુલ ગાંધીએ બીજી વખત મોદી સરકારને ટાર્ગેટ કરી છે.
દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે અને અમુક રાજ્યમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અને મોટાભાગના રાજ્યોમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.
જેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા ટ્વીટ કર્યું કે ‘મોંઘવારીનો વિકાસ ચાલુ છે, અચ્છે દિન દેશ માટે ભારે પડી રહ્યા છે’. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને સરકાર પર પ્રહાર કર્યા હતા.
ઉપરાંત તેમને ટ્વીટમાં #PNG અને #CNGPRICEHIK નો ઉપયોગ કર્યો હતો. મહત્વની બાબત એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય જનતા ખીચા ખાલી થઈ રહ્યા છે. છતાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવતો નથી.
અને દિવસે ને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય છે. દેશમાં ગઈકાલે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 9 પૈસાનો વધારો થયો હતો.
આ વર્ષે પેટ્રોલની કિંમતમાં 16.85 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 15.75 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઇ ગયું છે. સરકાર દ્વારા સતત સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર પર અલગ અલગ મુદ્દા પર સવાલ ઉઠાવીને પ્રહાર કરી રહ્યા છે. અગાઉ પણ તેમને મન કી બાત મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પેલા લોકો સુધી રસી પહોંચાડો ત્યારબાદ મન કી બાત કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment