કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત રાખવા માટે, અધિકારીઓને આપ્યા આદેશ…

Published on: 4:21 pm, Fri, 9 July 21

દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે હવે દેશને સુરક્ષિત રાખવા માટે તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. દેશમાં આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધિને લઈને એ હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી.

આ મિટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાડવાનો આદેશ આપી દીધો છે. આ ઓક્સિજન પ્લાન્ટ દેશના અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને કહ્યું કે તેઓ નક્કી કરે કે આ ઓક્સિજન પ્લાન્ટ ખૂબ જ ઝડપથી શરૂ થાય. સાથે હોસ્પિટલના સ્ટાફને ઓક્સિજન પ્લાન્ટનું સંચાલન કઈ રીતે કરવું તેની ટ્રેનિંગ પર પણ ભાર મુકવાનો રહેશે.

આ ઓક્સિજન પ્લાન્ટ માટે ફંડ Pm Care Fund ફંડમાંથી આપવામાં આવશે. જેમાં દેશના ચાર લાખ ઓક્સિજન બેડ તૈયાર કરવા માટે મદદ મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક જિલ્લાઓમાં એવા લોકો હોવા જોઈએ કે જે ઓક્સિજન પ્લાન્ટનું સંચાલન અને દેખરેખ સારી રીતે કરી શકે.

ભારત દેશમાં માર્ચથી મે મહિનામાં દેશમાં કરોડો કેસ વધી ગયા હતા. દેશમાં કોરોના ની પહેલી લહેર કરતા પણ કોરોના ની બીજી લહેર માં ઓક્સિજન ની અછત ખૂબ જ વધુ સર્જાઇ હતી.

આ ઉપરાંત બીજી લહેર માં સરકારની છબી દેશ-વિદેશમાં ખૂબ જ ખરાબ થઈ હતી, અને દેશની સમગ્ર જનતા અને વિપક્ષમાં સરકારની આલોચના કરવામાં આવી હતી.

આ કારણને લઈને દેશમાં કોરોના ની ત્રીજી લહેર ની આશંકાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાઇ લેવલ ની બેઠક બોલાવી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકાર સાથે સંપર્કમાં રહીને કામ કરવાની સલાહ આપી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!