રાહુલ ગાંધીએ ફરી એક વખત વેક્સિનેશન ને લઈને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કે…

દેશમાં કોરોના ની રસીકરણના મુદ્દે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ગઇકાલે પણ તેમને એક ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તો આજે ફરી એક વખત રસીકરણ ને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ રસીકરણ નું ટ્રેક્રર ગ્રાફિક શેર કરતા જણાવ્યું કે દેશને કોરોના ની બીજી લહેર થી બચાવવા માટે ભારતનો વાસ્તવિક covid-19 રસીકરણ રેડ સરકારના ટાર્ગેટ કરતા 27 ટકા ઓછો ચાલી રહ્યો છે.

કેન્દ્ર સરકારના કહેવા મુજબ કોરોના ની ત્રીજી લહેર થી બચવા એક દિવસમાં 69.5 લાખ રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ એક દિવસ ની સરેરાશ મુજબ 50.8 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

તે માટે 27 ટકા નીચે ચાલી રહ્યા છે. ઉપરાંત રાહુલ ગાંધીએ ગઈકાલે ટ્વીટ્ કરતાં કહ્યું હતું કે જુલાઈ મહિનો આવી ગયો પરંતુ વેક્સિન આવી નથી. છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી રસીના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

આ ટ્વીટ પર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને રેલવે પ્રધાન પિયુષ ગોયલે રાહુલ ગાંધી ની રસીના મુદ્દે રાજકારણ ન કરવાની અપીલ કરી હતી.

આ મુદ્દે ડોક્ટર હર્ષવર્ધને જવાબ આપતા કહ્યું કે કાલે મેં જુલાઈ મહિનામાં રસીની ઉપલબ્ધ આ અંગે માહિતી આપી હતી. રાહુલ ગાંધી ની સમસ્યા શું છે? શું તેઓ વાંચતા નથી?

કે પછી તે આ મુદ્દે સમજતા નથી? અભિમાન અને અજ્ઞાનતા ના વાયરસ માટે કોઈ રસી નથી. ઉપરાંત તેમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને પોતાના નેતૃત્વ અને પાર્ટી સંચાલન પર ધ્યાન આપવાની જરૂર છે.

આ ઉપરાંત રેલવે પ્રધાને પણ રાહુલ ગાંધીના પેટ નો જવાબ આપતા કહ્યું કે કોરોના ની રસીના 12 કરોડ ડોલર જુલાઈ મહિનામાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલના પુરવઠાથી અલગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*