વાયરસના વધતા કેસોને ધ્યાનમાં પંજાબ સરકારે રાજ્યમાં વીકેએન્ડ લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો આ વીકેએન્ડ લોકડાઉન નો વિરોધ કરી રહ્યા છે અને કેન્દ્રીય કૃષિ કાયદાઓનું વિરોધ કરી રહેલા 32 ખેડુત સંગઠનો એ પણ વીકેએન્ડ લોકડાઉન નો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
અને સંગઠનનો દુકાનદારોને પણ આ પ્રતિબંધોને અમલ ન કરવા જણાવ્યું છે. મોગા, પટિયાલા, અમૃતસર, અજનાલા સહિતના વિવિધ શહેરોમાં લોકડાઉન ના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા.
ભારત કીશાન યુનિયનના જનરલ સેક્રેટરી સુખદેવસિંહ કોકરીકાલ ને મોગામાં જણાવ્યું હતું કે અમે દુકાનદારોને તેમની દુકાનો ખુલ્લી રાખવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે મહામારીનો ઉકેલ લોકડાઉન નથી.
કોકરીકાલ ને વધુમાં આરોપ મૂક્યો છે કે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. મહિલાઓ ખેડૂતો સહિતના દેખાવકારોએ બજારમાં રેલી કાઢી.
અને લાઉડ સ્પીકર દ્વારા દુકાનદારોને દુકાનો ખોલી નાખવા જણાવ્યું હતું. જોકે દુકાનદારોએ તેની દુકાન બંધ જ રાખી હતી.ખેડૂતોની આ રેલીને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
રાજ્યમાં લોકડાઉન નો વિરોધ, શહેરોમાં રેલીઓ કાઢી લાઉડ સ્પીકર સાથે દુકાનો કરાવી…ઉલ્લેખનીય છે કે ગઈકાલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પોલીસ ને વિકએન્ડ લોકડાઉન નો કડક અમલ કરાવવાની સૂચના આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment