પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ અયોધ્યામાં ચાલી રહેલી વિકાસના કામો વિશેની સ્થિતિઓ જાણશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉથી વર્ચ્યુઅલ રીતે જોડાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ અયોધ્યામાં થઈ રહેલ આધુનિકરણ, મુખ્ય સ્થળો, રેલ્વે સ્ટેશન, માર્ગ, એરપોર્ટ અને બીજા બધી યોજનાઓ માટે વિકાસની ચર્ચા કરશે અને ભવિષ્યના દ્રષ્ટિકોણ એ પણ રજૂઆત કરશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માતા સમિતિના અધ્યક્ષ નૂપેન્દ્ર મિશ્રાએ થોડાક દિવસ અગાઉ અયોધ્યા જઈને મંદિરના નિર્માણની પ્રગતિ અને અયોધ્યાના વિકાસના કાર્યોની સંભાળ લીધી હતી.
તેમના આ રિપોર્ટ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અયોધ્યા વિકાસ માં જોડાયેલા બીજા અન્ય અધિકારીઓ પણ બેઠકમાં જોડાશે.
અને આ બેઠક વર્ચ્યુઅલી રીતે થશે. અયોધ્યાની વૈદિક નગરી સાથે સાથે તીર્થ નગરી, હેરિટેજ સિટી, સોર શહેર, સમરસ અયોધ્યા આ તમામ વિકાસના ની યોજનાની ચર્ચા કરવામાં આવશે.
અયોધ્યા અને આધુનિકતા અને પ્રદુષણમુક્ત કરવાની યોજનાની સાથેસાથ બીજા અન્ય કાર્યો વિશે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment