મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી ગીર સોમનાથની બે દિવસની મુલાકાતે, મુલાકાત દરમિયાન આ કાર્યો કરશે.

41

કોરોનાની મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ ગીર સોમનાથની મુલાકાતે છે. મુખ્યમંત્રીના બે દિવસના પ્રવાસમાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વેરાવળના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું ઉદઘાટન કરશે.

આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં સ્ડ્રોમ વોટરનું ખાતમુરત કરશે. આ ઉપરાંત વેરાવળમાં DYSP કચેરીના નવા બિલ્ડીંગનું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકાર્પણ કરશે.

ઉપરાંતમુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથમાં એક રાત્ત રહેશે પછી આવતીકાલે સોમનાથ મંદિરે મહાદેવના દર્શન પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે મંગળા આરતીમાં ભાગ પણ લેશે.

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઓછી થતાં જ રાજ્યમાં અનેક જાહેર સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં અનેક જગ્યાઓએ કોરોનાના પ્રતિબંધો મુક્યા હતા તેમાં પણ ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી છે.

રાજમાં હજી કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી રહી છે. તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના લોકોને કોરોના ના તમામ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.