રાજ્યમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આજે પડી શકે છે વરસાદ…

Published on: 11:44 am, Sat, 26 June 21

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા દિવસે ને દિવસે અલગ-અલગ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં પોરબંદર, જામનગર અને જુનાગઢના અનેક વિસ્તારો માં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા આ તમામ શહેરોમાં હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરેમાં વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના ઓછી છે. તેમજ રાજ્યમાં વલસાડ અને વાપીમાં 2 કલાકમાં 1.28 ઈચ વરસાદ પડ્યો છે.

વાપીમાં ધોધમાર વરસાદના કારણે કેટલા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ગુજરાતમાં તમામ તાલુકાઓમાં વરસાદ નુ આગમન થઇ ગયું છે. રાજ્યમાં 0 થી 2 ઈચ વરસાદ 74 તાલુકામાં પડ્યો છે.

2 થી 5 ઈચ વરસાદ 106 તાલુકા માં પડ્યો છે. 5 થી 10 ઈચ વરસાદ 53 તાલુકામાં પડ્યો છે. 10 થી 20 ઈચ વરસાદ 18 તાલુકામાં પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આજે પડી શકે છે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*