પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર…

Published on: 4:17 pm, Thu, 5 August 21

આજરોજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર ભૂમિ પૂજન નું પહેલી વર્ષ વર્ષગાંઠના આ પ્રસંગે ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત દરમિયાન કહ્યું કે 5 ઓગસ્ટનો દિવસ ઘણો ખાસ બન્યો છે.

આ દિવસે બે વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લેવામાં આવ્યો હતો. તેમજ ગત વર્ષે રામ મંદિર નું ભૂમિ પૂજન થયું અને આજરોજ ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ જીતી છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સેલ્ફ ગોલ કરી રહ્યા છે. આપણે એક બાજુ આપણા દેશ, આપણા યુવાનો ભારત માટે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે.

એક તરફ ભારતની ટીમ ગોલ કરી રહી છે ત્યારે બીજી તરફ ઘણા એવા લોકો પણ છે તેઓ રાજકીય સ્વાર્થમાં હેલ્પ ગોલ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશું મેળવી રહ્યો છે, દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેની સાથે તેમને કોઈ પણ લેવાદેવા નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે આમાં દેશ આવા સ્વાર્થ અને દેશી વિરોધી રાજનીતિનો બંધી ના બની શકે. આ ઉપરાંત દેશને, દેશ ના વિકાસ ને રોકવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ દેશ વિકાસમાં પાછળ કરવાનું નથી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજની તારીખ ફરી એક વખત આપણા બધા માટે ઉત્સાહ નો દિવસ છે કારણ કે આજરોજ દેશના યુવાનો ઓલમ્પિકમાં મેડલ જીત્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!