પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાબડતોબ બોલાવી બેઠક, અધિકારીને આપવામાં આવ્યા…

22

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિનેશન ને લઈને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના અમુક વ્યક્તિઓ અને ટાસ્ક ફોર્સ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રસીકરણ માટે રસી ઉપલબ્ધ કરવામાં આવે.

આ ઉપરાંત તેમને ટાર્ગેટ આપ્યો કે ડિસેમ્બર મહિના સુધીમાં પુરા દેશમાં વેક્સિનેશન થઈ જવું જોઈએ. હાલમાં ભારત દેશમાં ૩૧ કરોડ લોકો નું વેક્સિનેશન થઈ ગયું છે.

ઉપરાંત દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા શુક્રવારના રોજ જાણકારી આપવામાં આવી હતી કે દેશમાં વેક્સિનેશન નો ત્રીજો તબક્કો 21 જૂન થી શરૂ થઈ ગયો છે.

આ ઉપરાંત ભારત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦ લાખ લોકોનું એકસીડન કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા આંકડાને દિવસેને દિવસે વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વેક્સિનેશન ના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 7.78 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 17.09 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે રસીના કુલ 1 કરોડ 45 લાખ રસીનો ડોઝ છે. જે બાકીના લોકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારે મફત રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું તેમાં અત્યાર સુધીમાં 31 કરોડ કરતાં વધારે લોકોને મફત રસી આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!