પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને આપી સલાહ, જાણો શું આપી સલાહ?

Published on: 3:09 pm, Tue, 20 July 21

સાંસદ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે મહામારી થાય છે ત્યારે લોકો બીમારીથી ઓછા અને ભૂખમરાના કારણે વધુ મૃત્યુ પામ્યા છે. પરંતુ અમે કોઇને ભૂખ્યા નથી રહેવા દીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે દેશની 80 કરોડ લોકોને સતત રાશન આપ્યું છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને કહ્યું કે તમે લોકો કોરોનાની મહામારી ની વિરુદ્ધ ભારત કેવી રીતે સામનો કરી રહ્યું છે અને દુનિયાની શું સ્થિતિ રહી તે અંગે સરખામણી કરવા જણાવ્યું હતું.

આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોનસુન સત્ર દરમિયાન તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે આગ્રહ કર્યો હતો. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ તમામ જગ્યાએ ખતમ થઈ ગઈ છે.

પરંતુ કોંગ્રેસ પાર્ટીને પોતાની ચિંતા નથી અને અમારી ચિંતા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેરળ, બંગાળ અને આસામમાં હાર્યા બાદ પણ તેમની ઉંઘ નથી ઉડી રહી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદીય દળની બેઠકમાં કહ્યું કે દિલ્હીમાં 20 ટકા ફન્ટ લાઈન વોરિયર્સ પણ હવે વેક્સીનેટેડ નથી થયા.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં કોરોના ની રસી ઓછી નથી થઈ. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રસી ને લઈને વાતાવરણમાં ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.