દેશને સમૃદ્ધ બનાવવા પ્રધાનમંત્રી મોદી ના આજ સુધીના પાંચ મોટા નિર્ણયો.

231

એક ચા વાળાથી દેશના વડાપ્રધાન સુધીના નરેન્દ્ર મોદીના જીવનયાત્રામાં અનેક સંઘર્ષો આવેલા છે. પ્રધાનમંત્રી એક પછી એક સફળતા ના સોપાનો એવી રીતે ચડતા ગયા કે સંઘર્ષ અનેરા આનંદમાં પલટાઈ ગયો. આજની દેશની યુવા પેઢી વડાપ્રધાન મોદીના સિંધેલા માર્ગ પર આગળ વધી રહી છે.પોતાનું જીવન સમર્પણ કરીને નરેન્દ્ર મોદીએ પાંચ એવા મોટા નિર્ણય કર્યા કે દેશનો નકશો બદલાઈ જતો લાગ્યો.

પહેલો નિર્ણય ભગવાન રામ લલ્લા ને છત આપવાનો લગતો હતો.કેટલાક દાયકાઓથી હિન્દુ ભાવિકો અયોધ્યા વિવાદનો સુખદ અંત આવી એવી આશા સેવી રહ્યા હતા.

બીજો નિર્ણય છેલ્લા પાસે 70 વર્ષથી ભારતના કરોડો દેશવાસીઓને આંખમાં ખૂચતી હતી એવી 370 મી કલમ રદ કરીને ઇતિહાસ સર્જયો હતો. આ કલમ જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપીને દેશવાસીઓને અન્યાય કર્યો હતો.

ત્રીજો નિર્ણય જૂની અને મહિલાઓને સતત અન્યાય કરતી એક પરંપરા નષ્ટ કરવાનો હતો. એ પરંપરા એટલે મુસ્લિમ મહિલાઓ ને ચપટી વગાડતા અપાવતા તીન તલાક. સંસદના બંને ગૃહોમાં તીન તલાક વિરોધી ઠરાવ પસાર કરાવીને પ્રધાન મંત્રી મોદીએ જૂની આ પરંપરાને એક ઝાટકે ગેરકાયદેસર જાહેર કરી દીધી.

ચોથો નિર્ણય બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈક નો હતો. 2019 ના ફેબ્રુઆરીમાં જમ્મુ કાશ્મીરના પુલવામાં વિસ્તારમાં 40 થી વધુ સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર આંતકવાદી હુમલો થયા બાદ નરેન્દ્ર મોદી માત્ર ગણ્યાગાંઠ્યા સાથીદારોને વિશ્વાસમાં લઈને પાકિસ્તાનના કબજા હેઠળના બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈક કરાવી હતી.

પાંચમો કદાચ સૌથી મહત્વનો નિર્ણય નાગરિકતા સુધારા ધારો બની રહ્યો. પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચારો સહન કરીને રહેતા હિન્દુઓ,જૈન, શીખો ને ભારતીય નાગરિકત્વ આપવાનો અને ભારતમાં આવીને વસવાટ કરવાની તક આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!