પ્રધાનમંત્રી મોદીએ મહામારી સામેના જંગ માં ડોકટરો ની ખોટ ન સર્જાય તેવા કેટલાક નિર્ણયો લીધા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે હોસ્પિટલોમાં ડોક્ટરની ખોટ ઓછી થશે તથા સિનિયર ડોક્ટરોનો ભાર હળવો થશે.
તથા મોટી સંખ્યામાં કોરોના ના દર્દીઓ ની પણ દેખરેખ સારી રીતે થઇ શકશે. પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવેલા બીજા નિર્ણયો માં NEFT PG ની પરીક્ષાને ચાર મહિના ટાળી દેવામાં આવી છે.
જેના કારણે એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ સોનાના દર્દીઓની સારવાર કરી શકશે તથા સિનિયર ડોકટરો ની સહાય કરી શકશે.
NEFT PG ની પરીક્ષા હવે 31 ઓગસ્ટ 2021 પહેલા નહિ થાઈ. મેડિકલ ઇન્ટેસ ને પણ કોવિડ મેનેજમેન્ટની ડ્યુટી માં રોકવાનો પણ નિર્ણય લેવાયો છે.
એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને હવે ટેલી કન્સલ્ટિંગ તથા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દેખરેખમાં લગાડવામાં આવશે.
જેનાથી સિનિયર ડોક્ટરોનો બોજો થોડો હળવો થશે.ઓછામાં ઓછાં 100 દિવસ ની કોવિડ ડ્યુટી કરનારા પ્રોફેશનલ્સને કેન્દ્ર સરકાર વતી પ્રધાનમંત્રી કોવિડ નેશનલ સર્વિસ સન્માન આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment