બંગાળ ની ચૂંટણી બાદ આ ચૂંટણીમાં ભાજપ ને ફટકો પડે તેવા સંકેતો, જાણો વિગતે.

Published on: 5:19 pm, Mon, 3 May 21

ઉત્તર પ્રદેશમાં ત્રણ સ્તર ની પંચાયત ચૂંટણીમાં ગઈકાલથી શરૂ થયેલી મતગણતરીમાં 75 જિલ્લા પંચાયત તથા તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસીકસી ના દ્રશ્યો વચ્ચે ભાજપને ફટકો પડે તેવી ધારણાઓ છે. જો કે છેક ગ્રામ્ય પંચાયત સ્તરે કોઈ સત્તાવાર પ્રતિક વગર જ ચૂંટણી લડવામાં આવી હતી.

પરંતુ દેશમાં અને ખાસ કરીને દિલ્હી,યુપી,સીમા પર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેની અસર આ ચૂંટણીમાં પડી રહી છે. પક્ષીમ ઉત્તર પ્રદેશ માં જાટ અને મુસ્લિમ મતદારો એક થઈને ભાજપ ને પરાજિત કરી રહ્યા છે.

બાગપત જે રાજ્યના સ્થાનિક પક્ષ આરાએલ્ડી નો ગઢ છે તેને આ ક્ષેત્રમાં સફળતા મળી છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીતસિંહના નેતૃત્વ ની આ આક્ષેપ ભાજપ ને ફટકો પડ્યો છે.

રાજ્યમાં સમાજવાદી પક્ષ પણ ભાજપને આકરી ટક્કર મારી રહ્યું છે. ભાજપની ટિકિટ પર લડેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહના ભત્રીજા સંધ્યા યાદવ ચૂંટણી હારી ગયા છે.

રાજ્યના ઇટાવા ક્ષેત્રમાં સપાના વડા અખિલેશ યાદવ અને તેના કાકા શિવ લાલ યાદવ સાથે મળીને ભાજપને પછાડ્યા હતા.મેનપુરીએ મુલાયમ નો ગઢ છે અને અહીં ફરી સપાનો દબદબો બન્યો છે.

કોરોના પ્રોટોકોલના કારણે મતગણતરી અત્યંત ધીમી ચાલે છે. જેમાં કોરોના ના કારણે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની પણ તંગી છે. અયોધ્યામાં જિલ્લા પંચાયતની 22 બેઠકોમાં સમાજવાદી પક્ષ આગળ છે અને 12 બેઠકો પર અપક્ષ ને લીડ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બંગાળ ની ચૂંટણી બાદ આ ચૂંટણીમાં ભાજપ ને ફટકો પડે તેવા સંકેતો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*