નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો દ્વારા થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી મોદી એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને કહ્યું કે, આગામી સદી નું નિર્માણ ગત સદીના કાયદા ઉપર થઈ શકે નહીં. કારણ કે છેલ્લી સદીમાં જે કાયદા ઉપયોગી હતા તે હવે પછીની સવિ માટે બોજ બની જાય છે. તેથી, સુધારણા ની પ્રક્રિયા સતત હાથ ધરવી જોઈએ. વર્ચ્યુઅલ રીતે આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઊલ્લેખ કર્યા.
પછી કોઈપણ નું નામ લીધા વગર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, નવી સુવિધા અને સિસ્ટમ માટે સુધારા ખૂબ જ જરૂરી છે.પ્રધાનમંત્રી ના આ નિવેદનને નવા કૃષિ કાયદા અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવતા આંદોલન સંદર્ભે મહત્વપૂર્ણ ગણી શકાય.તેમણે એમ પણ કહ્યું કે.
તેમની સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના મંત્ર પર કામ કરી રહી છે અને લોકોની માન્યતા દરેક ચૂંટણીના પરિણામોમાં પણ દેખાઈ રહી છે.
આ માન્યતા દેશના દરેક ખૂણેથી ચૂંટણી ના પરિણામમાં દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment