રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાયરસ ની પરિસ્થિતિ જાણ્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદી દસ રાજ્યોના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે. મહામારીના વધતા પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી મોદી આવનારી 20 મે એક મોટી બેઠકમાં ભાગ લેવાના છે.
જાણકારી અનુસાર આ બેઠકમાં પ્રધાનમંત્રી વધુ વાયરસથી સંક્રમિત જિલ્લાઓને અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને પહેલી વાર થવા જઈ રહ્યું છે કે જેમાં પ્રધાનમંત્રી મોદી સીધા રાજ્યના જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચામાં ભાગ લેશે.
જાણકારી અનુસાર 20 મે એ 54 જિલ્લાના અધિકારીઓ આ બેઠક માં સામેલ થશે. દરેક જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં વાઇરસ ફેલાયો છે. બેઠક ના પહેલા ચરણમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓરિસ્સા, કેરળ અને હરિયાણાના અધિકારીઓ સામેલ થશે.
અને ત્યારબાદ બાકી રહી ગયેલા રાજ્યના અધિકારીઓ સાથે બીજી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં જિલ્લામાં વાયરસ ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે સાથે જ વેક્સિન ની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થશે.
સાથે એ પણ સમાચાર જાણી લો કે આખા દેશમાં આવેલી આ બીજી મહેર મુદ્દે વિપક્ષના ઘણા નેતાઓએ પ્રધાનમંત્રી મોદી ને પત્ર લખ્યો હતો.
જેમાં 12 નેતાઓ સામેલ હતા.જેમાં ફ્રી વેક્સિનેશન કરવાના મુદ્દા, સેન્ટ્રલ વિસ્ટા ના પૈસા સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ ખર્ચ કરવાના મુદ્દાઓ, બેરોજગાર થયેલા લોકોને પ્રતિ માસ 6000 રૂપિયા આપવાની માંગ અને કૃષિ કાયદાઓ હટાવવાની માગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment