ખાતરમાં થયેલા ભાવવધારા મુદ્દે આર.સી.ફળદુ ના ઘર સામે આ લોકોએ નોંધાવ્યો વિરોધ.

Published on: 3:31 pm, Thu, 13 May 21

આજે રાજકોટમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ ના ઘર સામે કિસાન સંઘના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાતર ના ભાવ વધારાને લઇને કિસાન સંઘના આગેવાનોએ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા.આર.સી.ફળદુ ના ઘરે કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવતા.

4 આગેવાનો ની અટકાયત કરવામાં આવી હતી.રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ચાર ની માલવિયાનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ખાતરના ભાવમાં થયેલા વધારાના મુદ્દે ગુજરાતમાં ખેડૂતો ઠેર ઠેર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખાતર ના ભાવ વધારા મુદ્દે ભાજપના ધારાસભ્ય નો વિરોધ સામે આવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નું નિવેદન સામે આવ્યું છે.

ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની ખરાબ સ્થિતિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ફરી વિચારણા કરવા રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે હું પણ ખેડૂતો છું અને જે રીતે ખાતરના ભાવ વધ્યા છે તે ખેડૂત માટે યોગ્ય નથી અને સરકાર આના ઉપર વિચારણા કરે.

ખાતર ના ભાવ વધારાને લઇને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ કહ્યુ ખાતર નો આટલો બધો ભાવ ખેડૂતોની કમર તોડી નાખશે. જૂનાગઢ જિલ્લાના રાજપર ગીર વિસ્તારના ખેડૂતોએ ગુજરાતની એક ચેનલ સાથે ખાતરના ભાવ મુદ્દે વાત કરી હતી.

ખાતર નો ભાવ વધારો અસહ છે આમાં ખેતી કેમ કરવી તે એક મોટો સવાલ છે. ડીએપી ના ભાવમાં સરકાર ઘટાડો કરી અને સબસિડી પણ આપે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાતરમાં થયેલા ભાવવધારા મુદ્દે આર.સી.ફળદુ ના ઘર સામે આ લોકોએ નોંધાવ્યો વિરોધ."

Leave a comment

Your email address will not be published.


*