ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ને આજે રાત્રે 8 થી 11 વાગ્યાની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવી શકે છે. જો કે સરકારનું કહેવું છે કે મુસીબત સામે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
વાવાઝોડાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી. વાતચીત દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ સામે લડવા સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના વાવાઝોડા નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા સતત તંત્ર સાથે મોનીટરીંગ કરી લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં લગભગ બે લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મહામારીને માર્ગદર્શિકા પ્રમાણે લોકોને સહીસલામત રીતે પોલીસને સાથે રાખી સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભાવનગરના મહુવા થી પોરબંદર વચ્ચે વાવાઝોડું લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડું જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થશે.
દરિયામાં બે મીટર સુધી ઉંચા મોજા ઉછળી શકે છે એટલે કે અમરેલી, બોટાદ,ભાવનગર,વલસાડ,નવસારી માં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment