બાઈક લઈને ઘરે જતા પૂજારીના દીકરાને ટ્રક ચાલકે કચડી નાખ્યો… યુવકનું રીબાઈ રીબાઈને કરુણ મોત…

ગુરૂવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવકનું દર્દનાક મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પછી તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આજરોજ મૃતદેહને યુવકના પરિવારજનોને સોંપવામાં આવશે.

આ અકસ્માતની ઘટના જયપુર-કોટા નેશનલ હાઈવે પર બની હતી. અકસ્માતની ઘટનામાં 22 વર્ષના સોનુ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવક ગઈકાલે રાત્રે બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા એક ઝડપી ટ્રક ચાલકે યુવકની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં સોનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પછી યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે સોનુની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે નજરે જોનાર લોકોને રુવાડા બેઠા થઈ ગયા છે.

સોનુના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવ્યા હતા અને દીકરાનું મૃતદેહ જોઇને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*