જય શ્રી રામ : અયોધ્યા ખાતે રામ નવમીને લઈને તડમાર તૈયારીઓ,રામ નવમી એ બપોરે 12:00 વાગે ભગવાન રામના કપાળ પર…

Published on: 4:41 pm, Sat, 16 March 24

22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો ત્યારબાદ તે રામ મંદિર હમેશા ચર્ચામાં જ હોય છે. દેશ વિદેશમાંથી રામ મંદિરમાં ભક્તો દર્શન માટે આવે છે ને હજારો લાખો રૂપિયાનું દાન પણ કરે છે

ત્યારે હવે ભગવાન શ્રી રામ પોતાના ઘેર પાછા ફર્યા ત્યારબાદ તે આ પહેલી રામ નવમી આવી રહી છે ત્યારે અયોધ્યા ખાતે ખાસ કરીને અલગ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ દિવસે અહીં રામલલાના સૂર્ય અભિષેક કરવામાં આવશે અને રામલલાના સૂર્ય અભિષેકની તૈયારીઓ પુરા જોશમાં ચાલી રહી છે

અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના નિષ્ણાતો નિયમિતપણે અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે અને તૈયારી કરી રહ્યા છે.બીજી એક વાત આપને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ આ રામનવમી પર અમલમાં આવશે કે નહીં

એ હજુ પાકું કહી શકાય તેવી પરિસ્થિતિ નથી પરંતુ નવ એપ્રિલથી શરૂ થયેલ નવ દિવસ એ હિન્દુ તહેવાર ચૈત્રી નવરાત્રી 17 એપ્રિલે રામનવમીની ઉજવણી સાથે સમાપ્ત થશે અને આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે અને બપોરે 12 વાગ્યાની આજુબાજુ સૂર્યના કિરણો

સીધા મંદિરના ગર્ભ રૂમમાં બિરાજમાન રામલલ્લા પર પડશે.ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર આ માટે ચાર ઉચ્ચ ગુણવત્તાના અરીસા અને ચાર લેન્સ નો ઉપયોગ કરવામાં આવશે અને તેમને કહ્યું કે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર બે અરીસા લગાવવામાં આવ્યા છે જ્યારે બાકીના બે મંદિરના બીજા માળે લગાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય શ્રી રામ : અયોધ્યા ખાતે રામ નવમીને લઈને તડમાર તૈયારીઓ,રામ નવમી એ બપોરે 12:00 વાગે ભગવાન રામના કપાળ પર…"

Leave a comment

Your email address will not be published.


*