પાટણમાં પાટીદાર સમાજના સમુહ લગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર કપલોને નહીં અપાય સ્થાન,આ નિર્ણય સારો છે કે ખરાબ તમે કહો…

પાટણમાં પાટીદાર સમાજના સમુહ લગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર કપલને સ્થાન નહીં આપવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે 42 લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાટીદાર યુવા મંડળના નવીન કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે

સમુહ લગ્ન માટે શુભ મુહૂર્ત જોવામાં આવ્યું હતું જેમાં 17 નવેમ્બર 2024 ના રોજ સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ખોટા ખર્ચાઓને લઈને તિલાંજલી આપવા માટે પ્રી વેડિંગ કરાવનાર યુગલોને આ સમૂહ લગ્નમાં સ્થાન નહીં આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

માતા-પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે અને તેને લક્ષીને નવીન કાર્યાલય સમુહ લગ્નની નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે 30 સપ્ટેમ્બર 2024 સુધી નોંધણી કરાવી શકાય છે અને

સમુહ લગ્નમાં નવયુગલોને નવદંપત્તિઓને દાતાઓ દ્વારા 80 થી વધુ ભેટ સોગાદ આપી ને વધાવવામાં આવશે ને લગ્નની નોંધણી સર્ટી સમુહ લગ્નના સાત ફેરા યોજના અને કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ અપાવવામાં પણ મદદ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*