રાજ્યની ભુપેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની દિવાળી સુધરી જાય તેવો મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં અતિવૃષ્ટિ માં સર્જાયેલી પરિસ્થિતિના કારણે રાજ્યના ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે પેકેજ જાહેર કરવાની અવારનવાર માંગ કરવામાં આવે છે.
આ અંગે 18 ઓક્ટોબરે જ કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી રાહત પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી.રાજ્ય સરકાર આજરોજ કૃષિ પેકેજ જાહેર કરવા જઈ રહી છે.રાજ્ય સરકારની કૃષિ પેકેજ જાહેરાતથી અનેક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 13000 રૂપિયાની સહાય કરશે. ખેડૂતોને વધુમાં વધુ 2 હેકટર ની નુકસાનમાં સહાય અપાશે. રાજ્ય સરકારની કૃષિ પેકેજ માં 33% કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા જામનગર, રાજકોટ,પોરબંદર,જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે.મહત્તમ બે હેકટર ની મર્યાદામાં સહાય મળશે.પ્રતિ હેકટર 6800 રૂપિયા એસડીઆરએફ માંથી ચૂકવાશે.
પ્રતિ હેકટર 6200 રૂપિયા રાજ્યના બજેટમાંથી ચૂકવાશે.સરકારના ઠરાવ મુજબ જામનગરના 320 ગામડા, રાજકોટના 165 ગામડા,જૂનાગઢના 135 ગામ અને પોરબંદરના 71 ગામડાઓને આ સહાયનો લાભ મળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment