ગુજરાત રાજ્યમાં આજથી બાળકોને મફતમાં અપાશે આ વસ્તુ,જાણો વિગતે

Published on: 10:46 am, Wed, 20 October 21

ગુજરાત સરકાર કોરોના મહામારી બાદ બાળકોના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતિત છે ત્યારે આજથી પાટનગર ગાંધીનગરમાં આજથી ન્યુમોનિયા સામે રક્ષણ આપતી ન્યુમોકોકલ રસી બાળકોને આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ન્યુમોકોકલ રોગએ સ્ટેપ્ટોકોક્સ ન્યુમોનીયા નામના જીવાણુઓ દ્વારા થાય છે.

જે મોટાભાગે પાંચ વર્ષથી નીચેના બાળકો માં બેક્ટેરિયા મુનિયા નું મુખ્ય કારણ સ્ટેપ્ટોકોક્સ ન્યૂમોનિયા છે.ગાંધીનગરમાં 72 હજાર બાળકોને મફતમાં આ રસી અપાશે. ગાંધીનગર જિલ્લામાં આજે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે 72 હજાર બાળકોને આજથી વેક્સિન નો ડોઝ આપવાની શરૂઆત થશે.

આ વેક્સિન જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવશે.ન્યુમોકોક્સ બેક્ટેરિયા શરીરના અંગોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ન્યુમોનિયા સીવાય બેક્ટેરિયા મેનીનજાઈટિસ, બ્લડ ઇન્ફેક્શન કે બેક્ટેરિયા,સાઈનસાઇટીસ, કાનનું ઇન્ફેક્શન વગેરે જેવી ગંભીર બીમારીઓને નોતરી શકે છે.આ બીમારીને અવગણવાની બાળકના જીવન સામે પણ ઘણી વખત જોખમ ઊભું થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં આજથી બાળકોને મફતમાં અપાશે આ વસ્તુ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*