કોરોના ની ત્રીજી લહેરને લઈને આવ્યા મોટા સમાચાર,દિવાળી પછી ગમે ત્યારે…

Published on: 10:19 am, Wed, 20 October 21

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ની બીજી લહેર લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે જેથી રાજ્ય સરકાર તમામ નિયમો હળવા કરીને ઘણી સુવિધાઓ કરી છે.હાલમાં રાજ્યમાં તમામ પૂજાસ્થાન ખોલવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ કોરોના ની ત્રીજી લહેર નો ભય વ્યક્ત કર્યો છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેર હજી પૂર્ણ નથી થઇ અને કોવિડ ટાસ્ક ફોર્સ દિવાળી પછી તેજી લહેર ની સંભાવના સામે ચેતવણી આપી છે. એમને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે રોગચાળાની બીજી લહેર હજી પૂર્ણ નથી થઈ અને ત્રીજી લહેર માટે તરત જ અનુકૂળ પરિસ્થિતિઓ નથી.

સ્ટેટ ટાસ્ક ફોર્સ દિવાળી પછી ત્રીજી લહેર સામે ચેતવણી આપી છે. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે મહારાષ્ટ્રમાં નવ કરોડ થી વધુ લોકોને કોરોના નો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે અને 35 ટકા લોકોને બને ડોઝ મળી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની ત્રીજી લહેરને લઈને આવ્યા મોટા સમાચાર,દિવાળી પછી ગમે ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*