ભારતમાં ફરી એક વખત tiktok ચાલુ થાય તેવી શક્યતા….જાણો વિગતે

Published on: 5:11 pm, Sat, 4 July 20

ભારત અને ચીનના વિવાદમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકારે ચીન સરકારને જવાબ આપવા માટે કટિબંધ છે. ચીનની સરકારને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે ચીનની ૫૯ જેટલી એપ ઉપર પ્રતિબંધ મુકેલ છે. સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત અને સૌથી વધારે ડાઉનલોડ થનારી tiktok એપ ના ડેવલોપર એ ભારત સરકારને એક પત્ર લખેલ છે તેવું જાણવા મળેલ છે .

ટિકતોક પર પ્રતિબંધ મુકાયા બાદ કંપની એ ૨૮મી જૂને ભારત સરકારને પત્ર લખ્યો છે. ભારત સરકારને ખાતરી આપતા કહું કે ચીની સરકારે અમારી પાસે ક્યારેય ડેટા માંગ્યા નથી અને જો કદાચ આગામી સમયમાં અમારી પાસે ડેટા માગે તો પણ અમે આપીશું નહીં.

નોંધનીય છે કે ચીનમાં ટિકટોક એપ ઉપલબ્ધ જ નથી પણ સરહદીય વિવાદના કારણે થોડા સમય પહેલા ભારત સરકારે ચીન ની ૫૯ જેટલી એપ ઉપર પ્રતિબંધ મુકેલ છે. જેમાં ટિક તોક, યુસી બ્રાઉઝર સહિત અનેક એપ ઉપલબ્ધ છે.

ટિક ટોક કંપની એ ભારત સરકારને પત્ર લખતા તેઓએ આજીજી કરતાં કહ્યું છે કે અમારી કંપનીના દરેક ડેટા સિંગાપુરના સર્વરમાં સંગ્રહિત છે.અત્યાર સુધીમાં ક્યારેય પણ ચીન સરકારે અમારી પાસે કોઈ પણ આવા ડેટા માંગ્યા નથી પણ કદાચ આગામી સમયમાં માંગે તો પણ અમે ચીન સરકાર ને ડેટા આપીશું નહી.

કંપનીના આ પત્ર આવ્યા બાદ મળતી માહિતી મુજબ ભારત સરકાર આ વિષય ઉપર વિચાર કરશે અને જરૂર લાગશે તો tiktok એપ ઉપરથી પ્રતિબંધ હટાવશે.

Be the first to comment on "ભારતમાં ફરી એક વખત tiktok ચાલુ થાય તેવી શક્યતા….જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*