ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો વચ્ચે હલચલ, ત્યારે સુરતમાં ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું હોય તેવું સામે આવ્યું છે. ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી પણ ટક્કરમાં છે.
ત્યારે તમામ પક્ષોએ પોતાનો મોરચો સંભાળી લીધો છે. ત્યારે સુરતમાં પાટીદાર ની સામે પાટીદાર ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. ત્યારે સુરતમાં વધુ એક પાટીદાર નેતા ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતાઓ છે.
પાટીદાર સમાજમાં મોટું નામ ધરાવતા ધીરુ ગજેરા ભાજપમાં જોડાઇ શકે તેવા એંધાણો સામે આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધીરુ ગજેરા કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા પરંતુ હવે તે ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતાઓ સામે આવી છે.
સુરતમાં હાલમાં વિપક્ષ તરીકે આ આમ આદમી પાર્ટી નો દબદબો ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે.
ઉપરાંત આમ આદમી પાર્ટીના પાટીદાર સમાજના અગ્રણીઓ વધુ છે. ટૂંક જ સમય પહેલા મહેશ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ સવાણી ની સામે ભાજપ ધીરુ ગજેરાની ઉતારી શકે છે.
ધીરુ ગજેરા પણ સુરતના મોટા ઉદ્યોગ પરિસ્થિતિ હોવાનું મનાય છે. પાટીદાર સમાજ પર મહેશ સવાણી ની જેમ જ ધીરુ ગજેરા નો સારો પ્રભાર હોવાનું મનાઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment