લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે ચાલુ ડાયરામાં દેવાયત ખવડ વિશે એવું કીધું કે, “72 દિવસની દાઝ…” જુઓ વાયરલ વિડિયો…

મિત્રો તમે બધા ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. 72 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ દેવાયત ખવડ ફરી એક વખત પોતાના ડાયરાઓમાં વ્યસ્ત થઈ ગયા છે. જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત ખવડ કરેલા ડાયરાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દે કે જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત ખવડે સૌથી પહેલો ડાયરો જીગ્નેશ બારોટ સાથે ભાવનગરના કોલંબા ધામ કર્યો હતો. જેમાં દેવાયત ખવડે કહ્યું હતું કે, “પહેલા પણ કહેતો હતો અને આજે પણ કહું છું ઝુકેગા નહીં સાલા” દેવાયત ખવડની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ત્યાર પછી તો સોનલધામ મઢડામાં યોજાયેલા ડાયરામાં પણ દેવાયત ખવડ એક અલગ મોજમાં જોવા મળ્યા હતા. ત્યારે હાલમાં લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર દેવાયત ખવડ વિશે આપેલા નિવેદનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દેવાયત ખવડ વિશે માયાભાઈ આહીર આપેલું નિવેદન સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ લોકો વાહ વાહ કરવા લાગ્યા હતા.

તો ચાલો જાણીએ માયાભાઈ આહીર ચાલુ ડાયરામાં સ્ટેજ પર દેવાયત ખવડ વિશે શું બોલ્યા..?  મિત્રો તમને જણાવી દઈએ કે આઠમી માર્ચના રોજ અમદાવાદના ધોલેરા તાલુકાના બાવળીયાળી ધામમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે પરમ પૂજ્ય શ્રી ઈસુ બાપુની 19મી પુણ્યતિથિ નિમિત્તે અહીં સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર દેવાયત ખવડ માલધારી સમાજ અને ભરવાડ સમાજે કયા પ્રકારનું યોગદાન આપ્યું છે તેના વિશે વાતો કરી હતી. ત્યાર પછી તો માયાભાઈ આહીર દેવાયત ખવડ ને કહ્યું હતું કે, “72 દિવસની દાઝ કાઢી હો મારા બાપા તે” માયાભાઈ આહીરની આ વાત સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ લોકો વાહ વાહ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by 👑APANO DAYRO 👑 (@apano_dayro_)

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો apano_dayro નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને 23,000 થી પણ વધારે લોકો એ વીડિયોને જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*