સુરતમાં ઉનાળાની ઋતુમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો જોરદાર વરસાદ… વીજળીના આવા દ્રશ્યો તો ચોમાસામાં પણ નહીં જોયા હોય… જુઓ વાયરલ વિડિયો

Published on: 5:16 pm, Tue, 14 March 23

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અનેક વિસ્તારમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું થવાની આગાહી કરી હતી. ત્યારે સુરત શહેરમાં ગઈકાલે બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અને સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો.

રાત્રિના સમયે પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ઉનાળાની ઋતુમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સુરતમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવ્યો હતો.

જેના કારણે સુરત શહેરમાં ઠંડીની એક લહેર પ્રસરી ગઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં પડતા વરસાદના અનેક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ચોમાસામાં પણ ન થતા હોય તેવા વીજળીના કડાકા ભડાકા ના અદભુત દ્રશ્યો ઘણા લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)

જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. મિત્રો તમને જણાવી દે કે સુરત જિલ્લાના ઓલપાડ અને બારડોલી તાલુકામાં બપોર બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે રાત્રિના સમયે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું.

.

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)

ઉનાળાની શરૂઆતમાં જ વરસાદ પડતા વાતાવરણમાં એક અનોખી ઠંડક જોવા મળી હતી. સુરત શહેરના રાંદેર, અડાજણ, કતારગામ અમરોલી સહિત વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા શહેરમાં અચાનક જ ઠંડક પ્રસરી છે અને શહેરમાં ભર ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)

ઉનાળાની ઋતુમાં ગઈકાલે સુરત શહેરમાં એવું વાતાવરણ થયું હતું જાણે ચોમાસાની ઋતુ ન ચાલતી હોય. વરસાદના ગયા બાદ વાતાવરણમાં એક અનોખી ઠંડક જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સુરત શહેરના ગઈ કાલના વાતાવરણના અનોખા વિડિયો વાયરલ થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ઉનાળાની ઋતુમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો જોરદાર વરસાદ… વીજળીના આવા દ્રશ્યો તો ચોમાસામાં પણ નહીં જોયા હોય… જુઓ વાયરલ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*