ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે. નારાજગીના દોર વચ્ચે હવે રાજીનામાં પડી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે પદ પરથી રાજીનામું આપ્યું છે.
તારાચંદ કાસટે લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ને હિન્દી માં લખેલૂ રાજીનામું સોંપ્યું છે.તેઓએ પોતાના રાજીનામા પત્ર માં કોંગ્રેસમાં અનુશાસનની કમી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે પરિવારવાદ સામે કોઇ કાર્યવાહી નહીં થવા હોવાની ફરિયાદ પણ કરી છે.
તેમણે કોંગ્રેસનું સંગઠન નબળું હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેમજ નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ ગયાનો આરોપ પણ લગાવ્યો છે. તેમના પત્રમાં લખ્યું કે, લોકોમાં કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થયો છે.
ગુજરાત કોંગ્રેસના એક તરફ નવા પ્રમુખ અને વિપક્ષના પ્રમુખની દાવેદારી માટે મનોમંથન ચાલી રહ્યું છે.પક્ષમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા છે. આવામાં ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓને પણ દિલ્હીનું તેડું આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment