દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રિય એકતા દિન નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી મોદીએ તારીખ 30 અને 31 મી ઓક્ટોબર એ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ હવે તેમના સ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે.
આપને જણાવી દઇએ કે હજી કોઈ પણ પ્રકારના સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે કેવડીયા જવાના હતા અને ગોરા ઘાટ પર પહેલીવાર નર્મદા આરતી કરી ઘાટ નું લોકાર્પણ કરવાના હતા.
પ્રધાનમંત્રી મોદીએ સરદાર સાહેબની જયંતીના દિવસે રાષ્ટ્રીય એકતા દિનની પણ ઉજવણી કરવાના હતા પરંતુ પ્રધાનમંત્રીના કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો છે કારણ કે તેઓ 30 અને 31મી ઓક્ટોબર ઈટાલી જવાના છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય એકતા દિવસ ની સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment