ઇમર્જન્સી માં રોંગ સાઈડમાં ચાલતા એમ્બ્યુલન્સ ચાલકને પિયુષ ધાનાણીએ લીધા આડે હાથ,વિડીયો જોઈને તમે જ કોમેન્ટ કરો કે સાચું શું?

Published on: 12:05 pm, Sat, 6 January 24

કોઈ પૂછે કે સુરતમાં શું ચાલે છે તો તરત જ જવાબ મળે કે પિયુષભાઈ નું સામાજિક કાર્ય ચાલી રહ્યું છે. આપણે બધા જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં પિયુષ ધાનાણી રોંગ સાઈડમાં આવતા લોકોને કડક ભાષામાં પરત વાળતા હોય છે અને શિખામણ આપતા હોય છે. ત્યારે પિયુષ ધાનાણીના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

અને ત્યારે ટૂંકા સમયના વિરામ બાદ ફરી એક વિડિયો તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.ત્યારે પિયુષ ધાનાણીનું આજરોજ સવારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમાં જોઈ શકાય છે કે સુરતના વરાછા વિસ્તારની પીપી માણીયા હોસ્પિટલ ની પાસે તે એમ્બ્યુલન્સ ચાલકને રોંગ સાઈડ નો પાઠ ભણાવતા જોવા મળી રહ્યા છે.

જોકે એમ્બ્યુલન્સ ચાલક રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા કે નહીં તેની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ પિયુષ ધાનાણી ચાલકને તેની બેદરકારીને લઈને પાઠ ભણાવી રહ્યા છે અને ક્યારેય પણ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું પડે તે બાબતે કડક ભાષામાં પ્રયોગ કરી રહ્યા છે.

એમ્બ્યુલન્સ ચાલક ના સપોર્ટમાં હોસ્પિટલનું જ કોઈ માણસ આવીને કહે છે કે ઇમર્જન્સીમાં ક્યારેક આવું કરવું પડે ત્યારે પિયુષભાઈ વધારે પડતી કડક ભાષામાં કહે છે કે એક બીમાર વ્યક્તિને બચાવવા શું સારા માણસોને મારવો યોગ્ય છે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ઇમર્જન્સી માં રોંગ સાઈડમાં ચાલતા એમ્બ્યુલન્સ ચાલકને પિયુષ ધાનાણીએ લીધા આડે હાથ,વિડીયો જોઈને તમે જ કોમેન્ટ કરો કે સાચું શું?"

Leave a comment

Your email address will not be published.


*