પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત અંગે પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે.

122

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણ ના ભાવ વધારાના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તેઓએ કહ્યું કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો શ્રણિક છે અને તેને ધીરે ધીરે ઓછો થઈ જશે.

અને કોરોના મહામારી ના સમયગાળા બાદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને સરકાર પેટ્રોલ ડીઝલમાં ટેક્સ વસૂલી રહી છે.ચાલુ મહિનાની શરૂઆતમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પણ જણાવી ચૂક્યા છે.

કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે એક એવો મુદ્દો છે જેની પર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ચર્ચા કરવી જોઈએ કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કેન્દ્ર સરકાર જ ટેકસ વસૂલતી નથી પણ રાજ્ય સરકાર પણ પોતાની રીતે ટેક્સ વસૂલતિ હોય છે.

વારાણસીમાં મીડિયા સાથે વાતચીત કરતા તેલ મંત્રીએ કહ્યું કે ગત વર્ષે એપ્રિલ માં પ્રમુખ ઉત્પાદક દેશો ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો કેમકે કોરોના મહામારી ના ચાલતા માંગમાં ઘટાડો આવ્યો હતો.

આદેશ વધારે કમાણી ના ચક્કરમાં ઓછા ઈંધણ નું ઉત્પાદન કરી રહ્યા છે અને જ્યારે હજુ પણ ઈંધણ નું ઉત્પાદન ઓછું કરવામાં આવી રહ્યું છે. ઈંધણ ની માંગ આ સમયે વધી રહી છે આનું કારણ છે.

કે હવે કોરોનાવાયરસ ની સ્થિતિ પહેલા જેવી નથી અને માંગ વધારે વધવાના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલ-ડીઝલની રાહત અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું.

કે ઠંડીની સિઝન પૂરી થતા તેલ ની કિંમત ઓછી થઈ જશે. તેઓએ કહ્યું કે માંગ વધવાને કારણે તેઓ ની કિંમત વધારે છે. તેઓએ આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી કિંમત ઓછી થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!