દેશમાં અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથના પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હતો પરંતુ વધુ એક જિલ્લામાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે ગીર સોમનાથ બાદ ભાવનગરમાં પેટ્રોલ ભાવ 100 રૂપિયા થઈ ગયો છે.
ભાવનગરમાં આજે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.22 રૂપિયા થઈ ગયો છે. ઉપરાંત ભાવનગરમાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 98.38 રૂપિયા નોંધાયો છે. રાજ્યમાં સતત પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના કારણે વિરોધ પક્ષ સખત વિરોધ કરી રહી છે પરંતુ છતાં પણ સરકાર એ મૌન ધારણ કર્યું છે.
સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ માલિક ચિંતિત બન્યા છે કારણકે પેટ્રોલનું વેચાણ ઓછું થઈ ગયું છે. અને ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાના કાર કે બાઈક ની ટાંકી ફુલ કરાવે છે.
ભારત અહેવાલ મુજબ આજથી બે વર્ષ પહેલાં પેટ્રોલ દરરોજનું દસ હજાર લિટર જેટલું વેચાતું હતું પરંતુ આજે 1000 લીટર પણ માંડ માંડ વેચાય છે. પેટ્રોલ પંપના માલિક કોનું કેવું છે કે તેમના કમિશનમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી.
જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ રહે તો આગામી દિવસમાં દેશમાં ગરીબી અને અમીર એમ બે વર્ગ થઈ જશે. જોર આજે સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડીક રાહત મળી શકે છે.
પરંતુ રાજ્ય સરકાર તે કરવા ઈચ્છતી નથી. ટૂંક સમયમાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment