સોનાના ભાવમાં થયો ફરી એક વખત ઘટાડો, જાણી લ્યો આજનો સોનાનો ભાવ…

Published on: 2:53 pm, Tue, 27 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટના સોનાની કિંમત 0.02 ટકાના ઘટાડા સાથે 47460 રૂપિયા પર કારોબાર કરી હતી.

તેમજ સપ્ટેમ્બર મહિનામાં ચાંદી વાયદો 0.22 ટકાના ઘટાડા સાથે 66970 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબારી રહી છે. મળતી માહિતી મુજબ સોનાનો ભાવ ઓગસ્ટ મહિનામાં 47300-47100 રૂપિયા પર રહી શકે છે.

GOOD RETURNS વેબસાઈટ પર નજર નાખીએ તો આજે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 47870 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 478700 રૂપિયા ચાલી રહ્યો છે.

ઉપરાંત આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46870 રૂપિયા ચાલી રહ્યો છે. દેશના અલગ-અલગ શહેરના સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46950 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51220 રૂપિયા ચાલી રહ્યો છે.

મુંબઈ ની વાત કરે તો મુંબઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46870 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47870 રૂપિયા ચાલી રહ્યો છે.

કોલકાતામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47250 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49950 રૂપિયા ચાલી રહ્યો છે. ચેન્નઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45200 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49310 રૂપિયા ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!