અસમ અને મિઝોરમ વચ્ચે ની ટક્કર માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા એક્શનમાં, જાણો વિગતે.

55

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પૂર્વ તન્ના રાજ્ય આસામ અને મિઝોરમ માં બોડર ને લઇને થયેલી હિંસા પછી ગૃહ મંત્રાલય આ મામલે વધુ કડક રીતે નજર રાખીને બેઠા છે. હાલમાં બોર્ડર પર સ્થિતિ નિયંત્રણમાં છે. ગઈ કાલે થયેલી ઘટનામાં પોલીસના પાંચ જવાનો મૃત્યુ પામ્યા હતા.

]અને 50 જેટલા પોલીસકર્મીઓને હોસ્પિટલ તરફ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પર આસામના મુખ્ય મંત્રી અને મિઝોરમના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીત કરી છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કહ્યું કે બંને રાજ્યની બોર્ડર પર શાંતિ બનાવી રાખો. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કહ્યું કે આ વિવાદને બંને રાજ્યના મુખ્યમંત્રી મળીને આંતરિક રીતે પતાવી લ્યો.

આ ઉપરાંત બંને રાજ્યના મુખ્યમંત્રીને આશ્વાસન આપવામાં આવ્યું છે કે રાજ્યોમાં શાંતિ બની રહે તે માટે અને આ અને બોર્ડરના વિવાદનો અંત આવે તે માટે આવશ્યક પગલાઓ લેવામાં આવશે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને રાજ્યોના અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાને લઇ અને બોર્ડર પર શું સ્થિતિ છે તેને લઈને સતત સંપર્કમાં છે.

આ ઉપરાંત ગઈકાલની ઘટના બાદ હાલમાં સમગ્ર સ્થિતિ એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે. આ ઉપરાંત બંને રાજ્યોમાં બોર્ડર પર પહોંચેલા અધિકારીઓમાં ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓ સામેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!