આજરોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા રાજ્ય નો ભાવ.

Published on: 8:57 pm, Thu, 15 April 21

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 દિવસ બાદ આવ્યો ઘટાડો અને લોકોને મળશે રાહત. ગુરૂવારના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસા અને ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો થયો. છેલ્લા પંદર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો ન હોતો.

પરંતુ આજરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90.56 રૂપિયા હતો અને તે ઘટીને 90.40 રૂપિયા થયો. દિલ્હીમાં ડીઝલનો ભાવ 80.87 રૂપિયા હતો.

જે ઘટીને 80.73 રૂપિયા થઈ ગયો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 96.82 અને ડીઝલનો ભાવ 87.81 ભાવ ચાલે છે. કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 90.62 રૂપિયા અને કોલકાતામાં ડીઝલનો ભાવ 83.61 એક રૂપિયા થયો છે.

ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 93.43 રૂપિયા અને ડીઝલ નો ભાવ 85.73 રૂપિયા થઈ ગયો છે.ગુજરાતમાં આજરોજ શહેર મુજબ પેટ્રોલ ડીઝલનો ભાવ જોઈએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસા નો ઘટાડો જોવા મળ્યો છે.

અને ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટાડા સાથે 87.64 રૂપિયા થઈ ગયો છે. ડીઝલનો ભાવ ઘટાડા સાથે 87.03 થઈ ગયો છે.

સુરતમાં પેટ્રોલનો ભાવ 87.74 અને ડીઝલનો ભાવ 87.74 રૂપિયા પ્રતિ લીટર થયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 87.35 અને ડીઝલનો ભાવ 86.74 પ્રતિ લિટર થઇ ગયો છે.

રાજકોટમાં પેટ્રોલનો ભાવ 87.08 થયો છે.ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૬ વખત વધારો કરવામાં આવ્યો હતો.

અને દેશમાં પેટ્રોલની કિંમતમાં 4.74 રૂપિયાનો વધારો થયો હતો અને ડીઝલની કિંમતમાં 4.52 રૂપિયાનો વધારો થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજરોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા રાજ્ય નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*