આજરોજ પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કરવામાં આવ્યો નથી.આજરોજ દિલ્હી માં પેટ્રોલ નો ભાવ 91.17 રૂપિયા પ્રતિ લિટરે સ્થિર થયો છે જયારે ડીઝલ નો ભાવ 81.47 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર થયો છે.
સરકારી ઓઇલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે.ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યાથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ માં સંશોધન કરે છે.
અને ત્યારબાદ જાહેર કરે છે.વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ની કિંમત ના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે.આ માપદંડના આધારે જ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે તમે જેટલી રકમની ચૂકવણી કરો છો તેમાં 55.5 ટકા પેટ્રોલ અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેકસ ચૂકવો છો.પેટ્રોલ પંપ ચલાવતા ડીલર પણ રિટેલ કિંમત પર પોતાનું માર્જીન જોડીને પેટ્રોલ અને ડીઝલ વેચતા હોય છે.
આ પેટ્રોલ પહેલા તો કેન્દ્ર સરકાર અને ત્યાર બાદ રાજ્ય સરકાર પોતપોતાની રીતે ટેક્સ નાખે છે અને ત્યારબાદ રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉપરાંત ડીલર કમિશન લાગે છે ત્યારબાદ આ ઈંધણ ની કિંમત બે ગણી થઈ જતી હોય છે.
દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે જો કે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા સાથે સ્થિર હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment