પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મીથુન ચક્રવતી ને લઈને ભાજપ નો મોટો દાવ !

Published on: 12:02 pm, Mon, 22 March 21

બોલિવૂડ સ્ટાર મીથુન ચક્રવતી ભાજપમાં જોડાઈ ગયા છે અને પ્રચાર કરી રહ્યા છે. તેઓ ચૂંટણી લડશે કે નહીં તેને લઈને અટકળો ચાલી રહી છે તો ભાજપ તેને લડવાની અપીલ કરી શકે છે. દેશના પાંચ રાજ્ય પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને.

પુડુચેરી માં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આ બધી ચૂંટણી વચ્ચે સૌથી વધારે ચર્ચા બંગાળની ચૂંટણી ની છે.બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી અને મજબૂત ટક્કર નજરે આવી રહી છે.

કેટલીક વાતો એવી છે કે ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે અને પશ્ચિમ બંગાળ ચૂંટણીના એક્સપર્ટ ને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. બંગાળમાં જાતિ અને ધર્મની ચૂંટણી કામ કરશે કે પછી ચૂંટણી કેમેસ્ટ્રી થી ભાજપ અહીથી સત્તામાં આવી શકે છે.

હાલમા સમાચાર આવી રહ્યા છે કે ભાજપ વેટરન એક્ટર મીથુન ચક્રવતી ને ચૂંટણી લડવા અપીલ કરી શકે છે જેને લઇને મમતા બેનરજીનું ટેન્શન વધી શકે છે.

મિથુન ચક્રવર્તી આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવું નિવેદન થોડા દિવસ અગાઉ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય એ આપ્યો હતો. આ સાથે તેમને જણાવ્યું હતું કે મીથુન ચક્રવતી ચૂંટણી લડવાની ના પાડી છે.

અને જો પક્ષ કોઈ નિર્ણય કરશે તો મિથુન સાથે વાત કરવામાં આવશે ત્યારે હવે એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ મિથુન ચક્રવર્તીને ચૂંટણી લડવા અપીલ કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મીથુન ચક્રવતી ને લઈને ભાજપ નો મોટો દાવ !"

Leave a comment

Your email address will not be published.


*