સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી સતત વધી રહી છે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પેટ્રોલના ભાવ વધારા વચ્ચે ડીલસ પણ હવે વિરોધ ના માર્ગે આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા માહિતીની જાહેરાત કરાઇ છે. મળતી માહિતી મૂજબ ૧૨ ઓગસ્ટથી રાજ્યભરમાં દર ગુરુવારના રોજ પેટ્રોલ અને ડીઝલ ની ખરીદી પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા કરાશે નહીં.
મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ CNG નું વેચાણ પણ એક દિવસ બંધ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ ડીલર્સ પેટ્રોલ-ડીઝલના કમિશનને લઈને નારાજ છે. મળતી માહિતી મુજબ એસો.ના પ્રમુખ નું કહેવું છે કે અમારો ડીલર કમિશન 4 વર્ષથી વધ્યું નથી.
છેલ્લા ચાર વર્ષથી અમે ડીલર કમિશન વધારવા માટે અનેક અરજીઓ કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી દર ગુરુવારે પેટ્રોલ ડીઝલની ખરીદી બંધ રહેશે. આ ઉપરાંત અમે એક કલાક CNG નું વેચાણ બંધ રાખીશું.
આ ઉપરાંત કોરોનાની મહામારી માં ગુજરાતમાં ગેસ સિલિન્ડર, પ્રેટોલ અને દૂધના ભાવમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે આ ઉપરાંત શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થયો છે તેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.
એના કારણે સામાન્ય જનતા ચિંતામાં મૂકાઈ છે. આ ઉપરાંત દૂધ ના ભાવ ની વાત કરીએ તો થોડાક દિવસો પહેલા જ સુરત શહેરમાં સુમુલ અને અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પણ વધારો કર્યો હતો.
ગુજરાતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.50 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 96 રૂપિયા છે. આ ઉપરાંત ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌપ્રથમ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પહોંચી હતી.
અમૂલ દૂધમાં ભાવ વધારાની વાત કરીએ તો અમૂલ દૂધ ની તમામ બ્રાન્ડ પર પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડ પ્રતિ લીટર 58 રૂપિયામાં મળશે અને જ્યારે ત્યાં અમૂલ તાજા પ્રતિ લીટર 46 રૂપિયા અને અમૂલ શક્તિ પ્રતિલીટર રૂપિયા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment