હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં મેળામાં ટ્રેક્ટરમાં સ્ટંટ કરતી વખતે સ્ટંટમેન યુવકનું મોત થયું છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુખમનદિપ સિંહ હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. ઘટના ગુરુદાસ પુરાના હળકા ફતેગઢ ચુડીયાના સારચુર ગામમાં બની હતી. અહીં ગામમાં એક મેળો યોજવામાં આવ્યો હતો. મેળામાં સુખમનદિપ સિંહ ટ્રેક્ટરમાં સ્ટંટ કરી રહ્યો હતો.
આ દરમિયાન અકસ્માતમાં તેનું મોત થયું હતું. જેના કારણે આયોજકોએ મેળો બંધ રાખવાની જાહેરાત કરી છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
સ્ટંટ કરવો ભારે પડી ગયો…! મેળામાં ટ્રેક્ટરમાં સ્ટંટ કરતી વખતે એક યુવકનું દર્દનાક મોત… જુઓ મોતનો લાઈવ વીડિયો… pic.twitter.com/zfhYQah3Ax
— GUJJU ROCKZ (@gujju_rockz) October 29, 2023
જાણવા મળી રહ્યું છે કે, સ્ટંટ બાજ ટ્રેક્ટરને આગળથી ઊંચું કરીને ગોળ ગોળ ફેરવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટર કોઈ ચલાવતું ન હતું અને સુખમનદીપ ટ્રેક્ટરની બાજુમાં ઉભેલો હતો. ત્યારે અચાનક જ ટ્રેક્ટર બે કાબુ થઈ ગયું હતું અને આ ઘટનામાં સુખમનદીપ ટ્રેક્ટરના ટાયરની નીચે દબાઈ ગયો હતો.
ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડીએ આવ્યા હતા. પછી ઇજાગ્રસ્ત થયેલા સુખમનદીપને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને અમૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક માતા-પિતાનો એકનો એક દીકરો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment