આજના જમાનામાં દિવસેને દિવસે ગુનાખોરીઓની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. પોલીસ સ્ટેશનમાં દરરોજ ઘણા અવારનવાર ગુનાઓ નોંધાતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે આપણે ગયા વર્ષે ગાંધીનગરની(Gandhinagar) અંદર આવેલા કલોલ(Kalol) પથકમાં બનેલી એક તેવી જ ઘટના વિશે વાત કરવાના છીએ.
કલોલ પથકમાં આવેલી પંચવટી સોસાયટીમાંથી પોલીસે બે યુવકોને ઝડપી પાડ્યા છે. આ બંને યુવકો રાત્રે એવું કામ કરતા હતા કે જાણીને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કલોલ પથકના જુદા જુદા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતી હતી કે, અગાસી ઉપર લાગેલા કેબલ વાયર કાપી નાખવાની, કેબલ વાયરની ચોરી થવાની ઘટનાઓ બનતી હતી.
જેના કારણે સ્થાનિક લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારે એક દિવસ બાદ વિના આધારે પોલીસે બે યુવકોને રેલવે સ્ટેશનના બ્રિજ પાસેથી પકડી પાડ્યા હતા અને જાણવા મળ્યું કે બંને યુવકો જુદી-જુદી સોસાયટીને ટાર્ગેટ બનાવતા હતા. જ્યારે રાત્રિના સમયે લોકો સૂઈ જાય ત્યારે તે જુદા જુદા મકાન અને બિલ્ડીંગના ધાબા ઉપર ચડીને અગાસી પર લાગેલા ટીવી તેમજ વાઇફાઇ ના અને જુદી જુદીના વસ્તુઓના વાયર કાપીને પોતાની સાથે લઈ જતા હતા.
મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે લોકો ધાબા ઉપર સુતા હોય છતાં પણ બંને યુવક જરાક પણ ડરિયા વગર લોકોના ધાબા ઉપર ચડતા હતા અને પછી કેબલની ચોરી કરીને રફુચક્કર થઈ જતા હતા. કોઈને શંકા ન જાય તે માટે બંને ચોરી કરેલા કેબલ સ્કૂલબેગમાં રાખતા હતા. ત્યાર પછી કેબલ ને કાપીને બંને યુવકો વેચી નાખતા હતા અને તેમાંથી પૈસા કમાતા હતા.
પોલીસે જ્યારે બંને યુવકોને પકડી પાડ્યા ત્યારે બંને પાસેથી સ્કૂલબેગ મળી આવ્યા હતા. સ્કૂલબેગની અંદરથી કટર, મોબાઈલ અને 180 મીટર જેટલો લાંબો કેબલ મળ્યો હતો. પોલીસે બંને યુવકો પાસેથી કુલ 54 હજાર રૂપિયાનો મુદ્દે માલ જપ્ત કર્યો છે ત્યાર પછી પોલીસે બંનેને રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.
રાત્રે લોકો ધાબા ઉપર ફોન જેવી કિંમતી વસ્તુ લઈને સુવા માટે જતા હોય છે. ત્યારે આવી તકનો લાભ ઉઠાવીને આરોપીઓ ધાબે ચડી ફોન અને અન્ય કેટલીક કીમતી વસ્તુઓ જોડતા હોય છે. જેથી રાત્રે ધાબા ઉપર જવા વાળા દરેક લોકો ધ્યાન રાખજો કે મોબાઈલ-ફોન કે અન્ય કીમતી વસ્તુઓ ધાબા ઉપર લઈને સુવા જતા નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment