સગાઈના એક દિવસ પહેલા યુવતીનો ઘરમાં ઘૂસીને આરોપીએ જીવ લઇ લીધો, પછી મામાના ઘરે જઈને આરોપી યુવકે કંઈક એવું પગલું ભર્યું કે…ઘટના સાંભળીને વિચારમાં પડી જશો…

Published on: 12:45 pm, Wed, 17 May 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક યુવતીની સગાઈના(engagement) એક દિવસ પહેલા એક યુવકે ઘરમાં ઘૂસીને યુવતીના માથા ઉપર ગોળી મારીને તેનો જીવ લઈ લીધો છે. ગોળીનો અવાજ સાંભળતા જ યુવતીના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી.

આજરોજ યુવતી ની સગાઈ થવાની હતી અને 21 મેના રોજ તેના લગ્ન થવાના હતા. પરંતુ સગાઈના એક દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ બપોરે યુવતીનું દર્દનાક મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. ચોકાવનારી વાત એ છે કે યુવતીનો જીવ લઈને ફરાર થનાર યુવક પોતાના મામાના ઘરે ગયો હતો અને ત્યાં જઈને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

એટલે કે આ ઘટનામાં યુવકે સૌપ્રથમ યુવતીનો જીવ લઈ લીધો અને પછી ગળાફાંસો ખાઈને પોતે પણ દુનિયા છોડીને ચાલ્યો ગયો. આ જોતા એવું લાગી રહ્યું છે કે આ મામલો પ્રેમ પ્રકરણનો હશે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના બન્યા બાદ છોકરીના ભાઈ છોકરા વિરુદ્ધ કેસ કર્યો છે.

મૃત્યુ પામેલી યુવતીનું નામ નીતુ પ્રજાપતિ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. નીતુ પ્રજાપતિ એને સુધી અભ્યાસ કર્યો છે. નીતુને બે ભાઈઓ છે જેમાંથી એક તેના કરતાં મોટો અને એક નાનો છે. જ્યારે મૃત્યુ પામેલા આરોપી યુવકનું નામ સોનું પ્રજાપતિ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. સોનુ મધર ડેરીમાં કામ કરતો હતો અને તે નીતુના ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર રહેતો હતો.

સમગ્ર ઘટનાને લઈને નીતુની માતાએ જણાવ્યું કે, ઘટના સમયે હું મારા પતિ અને મારી વહુ સાથે ઘરમાં હતી. મારા બંને દીકરાઓને કામ હતું જેથી તેઓ બહાર ગયા હતા. હું મારા પતિ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠી હતી. ઘરમાં મહેમાનો આવતા હતા અને સગાઈ ની તૈયારીઓ ચાલુ હતી. વધુમાં નીતુ ની માતાએ જણાવ્યું કે, મારી વહુ તેના રૂમમાં સગાઈ ની તૈયારીઓ કરી રહી હતી. આ દરમિયાન દીકરી નીતો ઉપરના માળે હતી.

ત્યારે અચાનક જ ખૂબ જ જોરદાર અવાજ અમને સંભળાયો હતો. તેથી અમે તરત જ ઉપરના માળે દોડીયા હતા. ત્યારે ઉપરની રૂમમાં નીતુ જમીન પર પડેલી હતી અને તે ઇજાગ્રસ્ત થયેલી હતી. આટલામાં અમે ત્યાંથી એક છોકરાને પણ ભાગતો જોયો હતો. અમે તેને પકડવાની કોશિશ કરી પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ આરોપી સોનું તેના મામાના ઘરે આવ્યો હતો. સોનુના મામા અને નીતુના ઘરની છત એક સાથે જોડાયેલી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સોનુ તેના મામાના ધાબા પરથી નીતુના ઘરે આવ્યો હતો. અહીં તેને નીતિઓના માથા ઉપર ગોળી ચલાવી હતી અને તેનો જીવ લઈ લીધો હતો. ત્યાર પછી આરોપી સોનુ એ તેના મામાના ઘરની છત ઉપર આવેલી રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આરોપી સોનુએ નીતુનો જીવ શા માટે લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ દિશામાં હાલમાં પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સગાઈના એક દિવસ પહેલા યુવતીનો ઘરમાં ઘૂસીને આરોપીએ જીવ લઇ લીધો, પછી મામાના ઘરે જઈને આરોપી યુવકે કંઈક એવું પગલું ભર્યું કે…ઘટના સાંભળીને વિચારમાં પડી જશો…"

Leave a comment

Your email address will not be published.


*