યુવકે દોડીને ઊંચા પહાડ ઉપરથી લગાવી ખતરનાક છલાંગ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને લોકોની ચીસો નીકળી ગઈ…

Published on: 6:31 pm, Thu, 14 September 23

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. ઘણા લોકો તો એવા એવા સ્ટંટ કરતા હોય છે જેમાં તેઓનું જીવનું પણ જોખમ હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને સ્ટંટ કરવાનું પસંદ છે, કેટલાક લોકો રસ્તા પર બાઈક સ્ટંટ કરે છે અને કેટલાક પાતળા દોરડા પર ચાલીને તેમના સ્ટંટના નમુનાઓ રજૂ કરે છે.

કેટલાક લોકો એવા પણ છે જે સ્ટંટ કરવા માટે ઉંચી ટેકરીઓ પરથી પણ કૂદી પડે છે, પરંતુ આ સ્ટંટ ખૂબ જ જોખમી હોય છે. જેમાં સહેજ ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે, જો આવા સ્ટંટ તે જ લોકો કરે છે જેવો એક્સપર્ટ હોય છે. પરંતુ સામાન્ય લોકો માટે આ સ્ટંટ ખૂબ જ જોખમી છે.

હાલમાં આવા જ એક સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોકી જશો. એક વ્યક્તિ દોડીને એટલી ઊંચી ટેકરી પરથી કૂદી ગયો કે નીચે પડ્યા પછી તેના હાડકાના પણ ટુકડા થઈ જાત. પરંતુ સદભાગ્યે તેને યોગ્ય સમયે પેરાશુટ ખોલ્યું અને તેના ઘાતક સ્ટંટને સફળ બનાવ્યો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિ દોડે છે અને પહાડ પરથી કૂદકો મારે છે. એ પણ એકદમ સ્ટાઇલમાં પછી જેવું તેને એવું લાગ્યું કે તેનું સંતુલન ખરાબ થઈ રહ્યું છે તેણે પોતાનું પેરાશુટ ખોલ્યું. જોકે તેણે પોતાનું પેરાશૂટ ન ખોલ્યું હોત તો તે નીચેની ટેકરી પર અથડાઈ ગયો હોત અને પછી શું થયું હોત તે કહેવાની જરૂર નથી.

આ રુવાડા ઉભા કરી દેવા વાળું સ્ટંટનો વિડીયો @Madvidss નામના આઈડી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શન માં લખ્યું છે કે ભાઈ પરલોક જવાથી માત્ર બે ડગલા દૂર હતો, માત્ર 12 સેકન્ડ ના આ વિડીયો ને અત્યાર સુધીમાં 98 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે, એક યુઝરે કહ્યું કે ભાઈ લગભગ ભગવાનને જોવાના જ હતા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ભગવાનનો આભાર કે તેણે સમયસર પેરાશુટ ખોલ્યું !

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકે દોડીને ઊંચા પહાડ ઉપરથી લગાવી ખતરનાક છલાંગ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને લોકોની ચીસો નીકળી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*