મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણા ચહેરા ઉપર એક અનોખી ખુશી જોવા મળતી હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ડરી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ફલા લોકોને પરસેવો છૂટી ગયો છે.
મિત્રો દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓને ઊંચાઈ પરથી નીચે જોવામાં પણ ખૂબ જ ડર લાગતો હોય છે. જેને અંગ્રેજીમાં હાઈટ ફોબિયા પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જમી નથી 300 ફૂટની ઊંચાઈ પર હવામાં લટકતી પથારીમાં સુતા લોકોને જોયા છે. ત્યારે હાલમાં તેઓ અધિક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે હવામાં લટકતી પથારીમાં બે છોકરીઓ આરામથી સુતેલી નજરે પડી રહે છે. હવામાં લટકતી પથારી લગભગ 300 ફૂટની ઊંચાઈ પર બાંધવામાં આવી છે. પથારીમાં સુતેલી યુવતીઓને જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધર થઈ ગયો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે 300 ફૂટની ઊંચાઈ પર ખૂબ જ ઝડપમાં પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે.
જેના કારણે હવામાં લટકતી પથારી હીચકાની જેમ હવામાં ફંગોળાથી નજરે પડી રહે છે. આ દ્રશ્યો જોઈને તો કાચાપોચાના છાતીના પાટિયા બેસી જશે. મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થયેલો વિડિયો ચીનનો છે. ચીનના વોન્શેંગ ઓર્ડોવિશિયન થીમ પાર્કમાં દુનિયાભરમાંથી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીં પ્રવાસીઓના મનોરંજન માટે જમીનથી 300 ફૂટ ઉપર પહાડની વચ્ચે બે મોટા તાર વડે એક હવામાં લટકતી પથારી બાંધવામાં આવી છે.
પ્રવાસીઓ આ પથારી ઉપર બેસીને અહીંના પહાડોનો અદભુત નજારો લઈ શકે છે. એટલું જ નહીં પરંતુ ટિકિટ લઈને પથારી ઉપર લાંબા સમય સુધી આરામ પણ કરી શકાય છે. કાચા પોચા હૃદય વાળા માટે અહીં જવાની સખત મનાઈ છે. કારણકે એટલી ઊંચાઈથી નીચે જોતા કોઈપણ માણસને ચક્કર આવી શકે છે.
People will sleep anywhere! pic.twitter.com/1giwckigKP
— The Sun (@TheSun) August 9, 2021
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો આજથી ઘણા સમય પહેલા ટ્વીટર પર @TheSun નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો 77,000 થી પણ વધારે લોકોએ જોયો છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment