અરે 70 વર્ષના દાદીનું ડેરિંગ તો જુઓ..! ખૂબ જ ઊંચાઈ પરથી ગંગા નદીમાં એવી છલાંગ લગાવી કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 1:11 pm, Fri, 17 March 23

મિત્રો તમે બધા દરરોજ સોશિયલ મીડિયા પર ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો જોતા હશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અમુક વીડિયો જોઈને આપણને હસવું આવી જતું હોય છે અથવા તો અમુક વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે ચાલવા સોશિયલ મીડિયામાં એક દાદીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં દાદીનું ડેરિંગ જોઈને ઘડીક વાર તો તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. આ દાદીના ડેરિંગ સામે તો ભલભલા યુવાનોને પણ પરસેવો વળી જશે. વાયરલ થયેલા વીડિયોમાં 70 વર્ષના દાદી નો જુસ્સો અને તેમની તંદુરસ્તી જોઈને સૌ કોઈ લોકો દંગ થઈ ગયા છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તો દાદીને “સુપર દાદીનું” બિરુદ પણ આપ્યું છે.

કારણકે દાદીએ એવું કારનામું કર્યું કે જો તે આપણે કરવું હોય તો આપણે સો વખત વિચારવું પડે. હાલમાં તો દાદી નો વિડીયો સોશિયલ મીડિયા પર ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મોટી ઉંમરના દાદી હરિદ્વારના પૌડી ઘાટ ઉભેલા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન દાદી પુલની રેલિંગ નીચેથી બીજી બાજુ જાય છે. ત્યાર પછી દાદી વહેતી ગંગા નદીમાં જોરદાર છલાંગ લગાવે છે. દાદીને જોઈને આસપાસ ઉભેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગંગા નદીમાં છલાંગ લગાવતી વખતે દાદીના મોઢા પર જરાક પણ ડર દેખાઈ રહ્યો નથી.

દાદી એકદમ બિન્દાસ થઈને ગંગા નદીમાં જોરદાર છલાંગ લગાવે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો હોય તો દાદીના ડેરિંગના વખાણ કર્યા છે અને ઘણા લોકોએ પ્રશાસનને મેસેજ પહોંચાડ્યો છે કે, આવી રીતે કોઈપણ વ્યક્તિને અહીંથી આવા જોખમી સ્ટંટ ન કરવા જોઈએ.

વાયરલ થઈ રહેલો દાદીનો વિડીયો ટ્વીટર પર TV9 Uttar Pradesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે 70 વર્ષના દાદીનું ડેરિંગ તો જુઓ..! ખૂબ જ ઊંચાઈ પરથી ગંગા નદીમાં એવી છલાંગ લગાવી કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*