ફેબ્રુઆરી ની આ તારીખથી બંધ થશે paytm..! આરબીઆઈ એ કરી મોટી કાર્યવાહી,શું પેતીએમ વોલેટ માં રહેલા પૈસા ગયા?

Published on: 10:35 am, Thu, 1 February 24

જો તમે પેટીએમ વાપરતા હોય તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી અને મહત્વના છે કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ પેટીએમ પેમેન્ટ બેંકને લઈને અત્યાર સુધીની સૌથી મોટી અને જબરદસ્ત કાર્યવાહી કરી છે. આરબીઆઈ એ પેટીએમ પેમેન્ટ બેંક પર આપણો લેવા પર બેન મૂકી દીધો છે.

29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંક તેના ગ્રાહકોને બેન્કિંગ સુવિધાઓને પ્રદાન કરી શકશે નહીં અને આ સિવાય આરબીઆઈ એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે અને રિઝર્વ બેન્ક કે કહ્યું છે કે નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી કરવામાં આવી રહી છે.આરબીઆઈ કંપની પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ અપ સુવિધા ઉપરાંત વોલેટ અને ફાસ્ટ ટ્રેગ સહિત તમામ

પ્રકારની સુવિધાઓ પર બેન કરવાનો નિર્ણય લીધો છે અને આ સાથે paytm પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો વધારી નહીં શકે અને આરબીઆઇએ જણાવ્યું છે કે જે કસ્ટમરનું અહીંયા એકાઉન્ટ છે તેઓ તેમાંથી પોતાના પૈસા ઉપાડી શકે છે.કસ્ટમર સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ અથવા અન્ય કોઈ પણ ખાતામાંથી તમે પૈસા ઉપાડી શકો છો

અને પેટીએમ પેમેન્ટ સતત નિયમોની અવગણના કરી રહી છે અને જેના કારણે અમારા કડક પગલું ભર્યું છે. આરબીઆઈ એ કહ્યું છે કે ઓડિટમાં ઘણી સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે.તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આરબીઆઈ એ ચોખ્ખું કહી જ દીધું છે

કે હાલમાં paytm પેમેન્ટ બેંકના કસ્ટમર તેમની હાલમાં ઉપલબ્ધ બેલેન્સ ઉપાડી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે પછી તે બચત બેંક ખાતા હોય તો પણ ભલે ચાલુ ખાતા હોય તો પણ ભલે અને પ્રિપેડ સાધનો ઉપરાંત ફાસ્ટેગ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરે હોય તોય ભલે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ફેબ્રુઆરી ની આ તારીખથી બંધ થશે paytm..! આરબીઆઈ એ કરી મોટી કાર્યવાહી,શું પેતીએમ વોલેટ માં રહેલા પૈસા ગયા?"

Leave a comment

Your email address will not be published.


*