સૌરાષ્ટ્રના પ્રવાસમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના ભાષણોમાં શિસ્તપાલન અને પાર્ટીની વિચારધારા અંગે પોતાના કડક મિજાજ નું દર્શન કરાવ્યું હતું. પરંતુ આ કહ્યું હવે તેમને ખરું કરીને બતાવ્યું છે. બુધવારે તેમને પાર્ટી ના નિયમો નું ભંગ કરનારા 38 કાર્યકર્તાઓને એકસાથે સસ્પેન્ડ કરી દીધા હતા.
તમામ સસ્પેન્ડ લોકો નગરપાલિકાઓમાં પાર્ટી ની ટિકિટ પરથી ચૂંટાઈ આવેલા નગરસેવકો હતા. આ અંગે તેમણે આ કાર્યકર્તાઓ ને ખુલાસો કરવાની પણ તક આપી નથી. કોઈપણ પ્રકારની નોટીસ વગર સીધો સીધો સસ્પેન્ડ નો ઓર્ડર જારી દેવાતા ભાજપનું આખું તંત્ર હલિ ગયું છે.
આ સસ્પેન્ડ 39 સભ્યો પૈકી બનાસકાંઠાની થરાદ નગરપાલિકા માંથી 3, પાટણની હારીજ નગરપાલિકામાંથી 4, સાબરકાંઠામાંથી 2, રાજકોટ જિલ્લાના ઉપલેટા માંથી 14, કચ્છના રાપરમાં 13 અને ભાવનગરના તળાજામાં થી 2 ચૂંટાયેલા સભ્યોને પાટીલે સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપના એક નેતા ના જણાવ્યા પ્રમાણે પાટીલે સિસ્ટમ ભંગ કરનારા સામે જે પ્રકારે કોરડો વિંઝતા નું શરુ કર્યું છે તે જોઈને પક્ષના અન્ય નેતાઓ કે કાર્યકર્તાઓ શિષ્ટ વિરૂદ્ધ કામ કરશે. તેમને મોટો સબક મળ્યો છે. કારણ દર્શક નોટિસ આપવાની પણ પરવા કર્યા વિના સીધું સસ્પેન્ડ આવતો હોવાથી હવે મોટા ભાગનાં વર્ગ માટે ભય પેદા થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!