હાલ તો સમગ્ર રાજ્યમાં લવ જેહાદ ને લઈને ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે પૈકી આ લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદારોની મોટી સંસ્થા એવી વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ કે જેમનું નામ આર પી પટેલ જેમણે સમાજ જાગૃતી સૂચન નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદારની દીકરીઓને જીહાદીઓ ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવે છે અને માતા પિતાની જ પરવાનગી વગર દીકરીઓ પ્રેમ જાણવામાં ફસાઈને તેમની સાથે લગ્ન કરવા બંધાઈ જતી હોય છે.
એવામાં જ આર. પી પટેલે જણાવતા કહ્યું કે આ સમાજને ચેતી જવાની જરૂર છે અને આ સમાજના વડીલો ઝડપથી જાગે નહીં તો ખૂબ મોટી તકલીફ આવનારા સમયમાં આવવાની છે તેવું જણાઈ રહ્યું છે. હાલ જો સુરતની જ વાત કરવામાં આવે તો સુરતના એક જ સરથાણા વિસ્તારમાં એવા સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ તરીકે લઈ જઈ પ્રેમ જાણમાં ફસાવી હોય એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે.
તેવામાં જ સમાજે જાગી જવાની જરૂર છે અને હાલ તો પાટીદાર સમાજના એવા મોટી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ એવા આર પી પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દીકરીઓના લગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હવેથી કોઈપણ દીકરીના લગ્ન રજીસ્ટ્રેશન વખતે જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સહી ફરજિયાત હોય.
તો અન્ય સમાજના કે પછી અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી કે પ્રેમ જાણમાં ફસાવી લગ્ન ન કરી જાય એ મુદ્દે આર પી પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું. જે સંદર્ભે હાલ સરકાર વિચારણાધિન બની અને દીકરીઓના લગ્નના રજીસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજિયાત કરાવાઈ.
આ ઉપરાંત આર પી પટેલે જણાવતા કહ્યું હતું કે જો માતા-પિતાની ફરજિયાત કરાશે તો આ પાટીદાર સમાજમાં કે અન્ય સમાજમાં લવજેહાદ જેવા કિસ્સાઓ કે પછી એવા મુદ્દા સામે જ આવશે નહીં. હાલમાં તો મહિલા પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ પડેલી અરજીઓ વધુ સમય પડી ન રહે અને સામાજિક સમરસતા તથા સામાજિક સુલે ભર્યું વાતાવરણ બની શકે છે.
એવામાં જ આ સમસ્ત પાટીદાર સમાજની તમામ સંસ્થાઓની મિટિંગમાં આ મુદ્દે ચર્ચાઓ પણ થઈ હતી.જે પૈકી હાલતો મોટી સંસ્થા એવી ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરતા જણાવ્યું જેનાથી પોલીસ અને સરકારને પણ કામનું ભારત ઓછું રહી શકે છે અને આ એક મહત્વનો જ નિર્ણય કહી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment