પાટીદાર અગ્રણીઓ ફરી એક વખત આવ્યા હરકતમાં, આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું.

Published on: 9:45 am, Sat, 24 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે ઉથલપાથલ ચાલી રહી છે. આ ઉપરાંત ગુજરાતના તમામ રાજકીય પક્ષો એ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ગુજરાતમાં પાટીદાર સમાજ પણ ચૂંટણીની તૈયારીમાં પાછળ રહ્યો નથી.

તેવામાં પાટીદાર સમાજ દ્વારા સમાજની ફરી એક વખત બેઠકનું આયોજન કર્યું છે. ફરી એક વખત પાટીદાર સમાજની બેઠક યોજાઇ શકે તેવી માહિતીઓ સામે આવી છે.

આગામી 25 જુલાઈ એટલે કે રવિવારના રોજ SG હાઈવે પર સોલા ઊમિયા ધામ ખાતે પાટીદાર સમાજની ફરી એક બેઠક થઈ શકે છે. આ પહેલા પાટીદાર સમાજની બેઠક ખોડલધામ ખાતે થઈ હતી. આ ઉપરાંત આ બેઠકમાં કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં રમેશભાઇ દુધવાળા અને મણીભાઈ પટેલ ઉર્ફે મમ્મી જોડાશે. તેમજ બાબુ જમના પટેલ, દિલીપ નેતાજી, સી કે પટેલ અને વાસુદેવ પટેલ પણ હાજર રહેશે. આ બેઠક સમાજના ઉત્થાન માટે થઈ શકે તેવી શક્યતા છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અગાઉ મહેસાણાના ઊઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજની એક ચિતન બેઠક યોજાઇ હતી. આ બેઠકને લઈને બન્ને સમાજ વચ્ચે સમરસતા વધી હતી. આ ઉપરાંત સામાજીક અને રાજકીય મહત્વ વધે તે મુદ્દે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

તો બેઠકને લઈ ને ખોડલધામના નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજને રાજકીય અને અધિકારી લેવા લે નોંધ લેવાતી નથી. જે નોંધ લેવાવી ખૂબ જ જરૂરી છે.

આ ઉપરાંત ઉમિયાધામના પ્રમુખ મણીભાઈ પટેલ એ પણ કહ્યું હતું કે પાટીદાર સમાજ એકબીજાના નીચે પાડવા ની જગ્યાએ સમાજને એક કરી તે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે લેઉવા અને કડવા સમાજમાં રાજકીય સમજ આવે તે ખૂબ જ જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પાટીદાર અગ્રણીઓ ફરી એક વખત આવ્યા હરકતમાં, આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું."

Leave a comment

Your email address will not be published.


*